સાંજનું લાલાશભર્યું આકાશ તક્ષશિલાની દીવાલો પર પડતું હતું. સામાન્ય દિવસમાં, આ સમયે શિષ્યો શિક્ષકો પાસેથી વિદ્યા ગ્રહણ કરતા, મઠોમાં શાસ્ત્રોનું પઠન ચાલતું અને બજારમાં વેપારીઓ પોતાનું દૈનિક વેચાણ પૂર્ણ કરતા.પણ આજે, આકાશ પર ભયનો પ્રભાવ હતો.ઉત્તર તરફના પર્વતોની પાછળ ધૂળના ગૂંચળા ઉઠી રહ્યા હતા. તે કોઈ સામાન્ય તોફાન નહોતું—તે એક શત્રુસેનાની આગમનનો સંકેત હતો.યુદ્ધના શરૂ થવાના એક પ્રહર પહેલાનો સમય ,તક્ષશિલાના મહાન ગ્રંથાલયમાં એક વિશેષ બેઠક બોલાવવામાં આવી.આચાર્ય વરુણ, તક્ષશિલાના સર્વોચ્ચ વિદ્વાન, તેમના સમક્ષ બેઠેલા શાસકો, યોદ્ધાઓ અને વિદ્વાનો તરફ જોયા. સેનાપતિ શરણ્ય, યુવરાજ આર્યન, અને વીર પણ ત્યાં હાજર હતા."આ યુદ્ધ ફક્ત એક શહેર માટે નથી," આચાર્ય વરુણે શાંત