મારી નોકરી ચાલુ હતી. ભાઈ ઘરે જ હતો. મેં પપ્પાને કહ્યું ભાઈને કોમ્પ્યુટર કલાસમાં મૂકી દો. કદાચ કોઈ સારી નોકરી મળી જાય એને. પપ્પાએ ભાઈને પૂછયું તું કોમ્પ્યુટર કોર્ષ કરીશ ? ભાઈએ હા પાડી. એટલે પપ્પાએ ભાઈને પણ કોમ્પ્યુટર કલાસમાં મૂકી દીધો. મારો અને એનો સમય જુદો હતો. હું સવારે જતી હતી એનો સમય બપોરનો હતો. પણ તે ત્યાં પણ સરખું જતો ન હતો. કોઈ દિવસ જાય કોઈ દિવસ ન પણ જાય. આમ જ દિવસ પસાર થતાં હતા. મમ્મીએ પપ્પાને મારા માટે છોકરો શોધવાનું કહ્યું. પણ પપ્પાએ કહ્યું કે હજી વાર છે પછી શોધીશું. આમ પણ હું લગ્ન માટે તૈયાર