કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 129

  • 628
  • 2
  • 266

શિવાંગ માધુરીની નજીક જઈને બેઠો અને તેનો હાથ પોતાના હાથમાં લીધો અને પ્રેમથી હળવેથી તેને પંપાળવા લાગ્યો અને સાથે સાથે બોલવા લાગ્યો કે, "માધુરી, આંખ તો ખોલ જો હું તને મળવા માટે આવ્યો છું.. તારો શિવાંગ.. જેની તું વર્ષોથી પ્રતિક્ષા કરતી હતી.. તે શિવાંગ તને મળવા માટે આવ્યો છે તું આંખ નહીં ખોલે તો કઈરીતે ચાલશે... એકવાર તો આંખ ખોલ માય ડિયર..."શિવાંગ સતત માધુરીની ઉપર પોતાના પ્રેમનો વરસાદ વરસાવતો રહ્યો અને તેને પોતાના પ્રેમની યાદ અપાવતો રહ્યો અને તેના દિલના તાર ઝણઝણે અને તે ભાનમાં આવે તેવા પ્રયત્નો કરતો રહ્યો...આમ કરતાં કરતાં શિવાંગ પોતાની જૂની યાદોથી ઘેરાઈ ચૂક્યો હતો...તેની સામે