CHAPTER 1શું કરું કે જેથી મારા નસીબ બદલી જાય? હું હેલી, આ મારા જીવન અને મૃત્યુ નું રહસ્ય છે. 15 March 2025 એ હું લાલ રંગ નું રેસમ નું પાનેતર પેરી ને મારા રૂમ માં બેસી હતી. પપ્પા ને તૈયાર થવા મારા ને દિવ્યેશ માટે હોટલ રાજમહેલ માં બે રૂમ બૂક કરાવ્યાં હતાં. અમદાવાદ ની સૌથી મોંઘી હોટલ, લગ્ન માટે એ હોટલ ના બે હોલ બુક કર્યા હતા. એકમાં લગ્ન વિધિ અને બીજા માં ભોજન સમારંભ.દિવ્યેશ નું ફેમિલી મધ્યમ વર્ગના લોકો હતા. મારા પપ્પા પોતાનો બિઝનેસ આગળ વધારવા એક સામાન્ય માણસ સાથે મારા લગ્ન કરાવવા માગતા હતાં. જેમાં દિવ્યેશ ત્રણ ભાઈઓ