નિતુ - પ્રકરણ 96

  • 784
  • 446

નિતુ : ૯૬ (અન્યાય) વિદ્યાને એ માણસ પર વિશ્વાસ આવી ગયો. તેને લાગ્યું કે આ અજાણી વ્યક્તિ જે કોઈ પણ છે એ તેને મદદ કરવા માટે જ આવી છે. રાત્રે એને લેવા માટે ગાડી આવી પહોંચી. તેણે જોયું તો ગાડીમાં માત્ર ડ્રાઈવર જ હતો. તે પાછળની સીટ પર બેસી ગઈ અને તેની સાથે ચાલી ગઈ.બધી બાજુથી હારેલી વિદ્યાને લાગ્યું કે કોઈ તો છે જે એની મદદ કરવા માટે આવ્યું છે. તેણે તે માણસની ઓળખ ગાડીના ચાલકને પૂછી."મને જેણે ફોન કરેલો એ કોણ હતું?""મને ખબર નથી." ચાલકે ઉતાવળીયો જવાબ આપ્યો."તમે...?""હું તો ખાલી ડ્રાઈવર છું.""ક્યાં જવાનું છે આપણે?""હમણાં ખબર પડી જશે."વિદ્યાએ નોંધ્યું કે