નિતુ : ૯૫ (અન્યાય)વિદ્યા ગાડી જોઈને ચોંકી. મેજિસ્ટ્રેટ સરની ગાડીને જોઈ એના મનમાં ચાલતી ગડમથલને જાણે વેગ મળ્યો અને એની ચેતના જાગી. મેજિસ્ટ્રેટ સર ઉતરીને પુલીસ સિક્યોરિટી વચ્ચે કોર્ટમાં પ્રવેશી રહ્યા હતા. આધેડ ઉંમરના અને આંખો પર ચશ્મા. માથાનાં વાળ સફેદી પકડી રહ્યા હતા. થોડા અંશે બહાર નીકળી આવતું પેટ. તેણે મકાનના પગથિયાં ચડવાનું શરુ કર્યું અને વિદ્યાએ બાજુમાંથી પસાર થઈ રહેલ બીજા રસ્તા પર નજર નાંખી.કોર્ટમાં પ્રવેશવાના બીજા મુખ્ય રસ્તા તરફ તે ઉતાવળા પગલે ચાલી. જજ સાહેબ અંદર પ્રવેશે એ પહેલા તે એના રસ્તામાં આડી ઉભી રહી. કોર્ટરૂમમાં અંદર જવાના દરવાજે ઉભેલા પોલીસ જવાનોએ એને એકબાજુ જવા કહ્યું પણ