આમ ને આમ રાતે રડતા રડતા દિવસ વીતતા હતા. કોલેજમાં ઈન્ટરનલ પરીક્ષા આવી ગઈ. મારાથી કોઈ મહેનત જ ન થઈ. હું નાપાસ થઈ. પપ્પાએ પૂછયું કે કેમ આવું થયું ? પણ હું જવાબ ન આપી શકી. પછી વિચાર આવ્યો જેના માટે મેં એમનાથી અંતર બનાવી રાખ્યું હતું એ મારું ભણવાનું જ હું ભૂલી રહી છું. એમને તો ગુમાવી ચૂકી પણ ભણવાનું છૂટે એ બિલકુલ ન ચાલે. મારે તો પપ્પા માટે ભણવાનું છે. કંઈક કરવાનું છે અને એટલે તો એમના વિશે કોઈને ક્યારેય વાત નથી કરી પછી એ છૂટી જાય એ કેમ ચાલે ? અને મેં મહેનત કરવાનું શરૂ કરી દીધું.