ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. "આ જો આજ આપણો શિકાર છે. જેના પર વોચ રાખવાનું બોસે કહ્યું હતું, અને જેનો પીછો કરતા કરતા આપણા 3 સાથી ગાયબ થઇ ગયા." સોનલ મોહિની અને જયાબાની પાછળ એરપોર્ટની બહાર નીકળવાના રસ્તે ચાલતા ટપોરી જેવો એક માણસ પોતાના સાથીને કહી રહ્યો હતો. "તને ખાત્રી છે ધીરીયા, કે આ એ જ છે?" મોટી ભરાવદાર મૂછ વાળા એ પૂછ્યું. "હા હિંમત સિંહ, મને એનો ચહેરો બરાબર યાદ છે. એ જયારે રેસ્ટોરાં માંથી પાછી આવતી હતી, ત્યારે હું જ એની પાછળ