( ગયા અંકથી આગળ ) અને સુરજિત સામું બંને ભાઈ બહેન જુએ છે. અને સુરજિત ઘરમાં આવે છે. અર્ચના - કોણ છે બેટા? ક્રિના - પપ્પા આવ્યા છે મમ્મી. અર્ચના - હા અને તેના હાથમા રહેલો ચમચો ફડક કરતો જોરથી પડી જાય છે. અને તે ઝડપથી બહાર આવે છે. જાણે કોઈ સુરજિત - શુ થયું એક કામ તારાથી સરખું થતું નથી. રોજનું કંઈક ને કંઈક બખેડો હોય જ છે. તને એક સરખું કામ કરવાની ભાન પડે છે ખરી કે નહિ? જીવનમાં કઈ શીખી છે કે નહિ? સાવ બધી બાબતમાં ભૂંડા કામ જ કરે છે ક્યારેક તો સરખા કામ