નિતુ - પ્રકરણ 94

  • 210
  • 64

નિતુ : ૯૪(અન્યાય) વિદ્યા પોતાની સાથે થયેલા અન્યાય પર અવાજ ઉઠાવવા કોઈ પણ પગલાં લેવા તૈય્યાર થઈ ચૂકી હતી. પોલીસ સ્ટેશન અને વકીલોની ઓફિસોના ચક્કર માર્યા બાદ એને માત્ર નિરાશા હાથ લાગી, પણ એ હારી નહોતી. એને એ સમજાતું હતું કે અહીં કોઈ તેની મદદ કરવા તૈય્યાર નથી. જો કોઈ થતું તો પૈસાની લાલચ પર, જે તેની પાસે નહોતા.કોઈ મોટા વકીલ માટે એની પાસે પૈસા નહોતા. છતાં એમ માનીને કે એને ન્યાય સાથ મતલબ છે. એનું મુખ્ય લક્ષ્ય તો રોનીને સજા અપાવવાનું જ છે. એ માટે ભલે કોઈ મોટા વકીલને ફી ના ભરી શકે, તે સરકારી વકીલ થકી કેસ ફાઈલ કરાવશે.