નિતુ : ૯૩(અન્યાય) વિદ્યા કરગરતી રહી પણ રોની જેવા માણસ વિરુદ્ધ એની એક સાંભળવામાં ના આવી. તેણે ઉભા થઈ ફરી અંદર જવાનો પ્રયત્ન કર્યો. પણ ગેટે ઉભેલી બંને કોન્સ્ટેબલે એને રોકી અને આ વખતે બહાર રોડ પર લાવી કચરાની જેમ ફેંકી દીધી.રમણ બહાર આવ્યો અને પુલીસ સ્ટેશનના દાદર પર ઉભો ઉભો આ દ્રશ્ય જોઈ રહ્યો. વિદ્યાએ રડતા રડતા બંને કોન્સ્ટેબલ સામે હાથ જોડ્યા, "મારી સાથે આવું ના કરો, પ્લીઝ... મારે ન્યાય જોઈએ છે. મારી વાત સાંભળો... "એક કોન્સ્ટેબલે સખ્તી અપનાવતા આંગળી બતાવી કહ્યું, "તારે જે કરવું હોય એ કર. પણ હવે અંદર ના આવતી, સમજી?" બંને ત્યાંથી ચાલી ગઈ અને તે રોડ