મિસ કલાવતી - 7

  • 294
  • 112

થોડા જ દિવસો પછી, એટલે કે પહેલી તારીખ થી 'માસી'નો એ પ્રખ્યાત અડ્ડો ચાલુ થઈ ગયો હતો.પરંતુ તેનું સ્થળ, સ્વરુપ અને નામ બદલાઇ ગયાં હતાં. અડ્ડા નેં બદલે તેનું નામ હવે ડી.એસ.કંપની તરીકે ઓળખાતું હતું અને તેનું સ્થળ માર્કેટ સામે ત્રણ રસ્તા ના બદલે હવે બનાસ નદી પાર આખોલ ચાર રસ્તા પાસે લઈ જવામાં આવ્યું હતું. પોતાની 'કલા' ગ્રાહકો નેં છૂટક દારૂ પીરસે, ચેનચાળા કરે,લલચાવે, અને કોઈ ગ્રાહક નશા માં આવી તેની સાથે અડપલાં કરે, તે ચુડાસમા નેં હવે મંજૂર ન હતું. તેથી છૂટક વેચાણ આ લોકોએ બિલકુલ બંધ કર્યું હતું.આખોલ ચાર રસ્તા પાસે,ભડથ જવાના રસ્તા પાસે પાંચ એંકર જમીન અને