કાગવાસ એવી સુવાસ..! એમ તો નહિ કહેવાય કે શ્રાધ્ધના સરસ મઝાના દિવસો ચાલી રહ્યા છે. કારણ કે, એમાં ઉકલી ગયેલા પિતૃઓની સંવેદના ભરેલી છે. કાગ સાક્ષીએ પરિવારોએ ધાબે ધાબે મેળાવડો રાખ્યો હોય, એવો માહોલ છે. ધાબે ધાબે કાગડાઓનો મેળો ઝામ્યો હોય એમ, ધાબાઓ ધમધમે..! લોકો ભલે છાશવારે અબીધાબુ જતા હોય, પણ ઘરના ધાબાની કદર મકર સક્રાંતિ આવે ત્યારે ને શ્રાદ્ધના દિવસોમાં જ કરે. એટલા માટે કે, ધાબુ એ ઉકળી ગયેલા પિતૃઓનું Destination છે. શ્રાદ્ધના મહિનામાં ખોટું શું કામ બોલવું? વડવાઓ કહેતા કે, ‘સમય આવે ત્યારે ધાબુ નહિ, ચપટી ધૂળની પણ જરૂર પડે.!.’ જુઓ ને, શ્રાદ્ધના મહિનામાં કાગડાઓને કેવા સ્વજનની જેમ સાચવવા પડે છે..? ગરજ પડે ત્યારે કાગડો કાળો પણ નહિ લાગે, ને