lડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. 1967 ની મધ્યમાં કોઈ એક દિવસે નયા સુદામડા, ગ્રામ પંચાયત ઓફિસ: ગામની હદ જ્યાં પુરી થાય છે એ ચોકમાં આવેલ ગ્રામ પંચાયતની ઓફિસથી ઓતરાદી દિશા એ આગળ વધીએ એટલે, ગામની હદ પુરી કરતી કુદરતી રેખા, એટલે કે નદી આવેલી છે. અને નદીની પાર સામે છેડે ચાકલીયા ગામ આવેલું છે. જે હવે ગુજરાતમાં છે. જયારે નયા સુદમડા એટલે કે અજવાળિયું એ મધ્યપ્રદેશમાં છે, ત્યારે થોડું ઉત્તર-પશ્ચિમ તરફ 2-3 ખેતર છોડીને રાજસ્થાનની સરહદ લાગુ પડે છે. હકીકતમાં રાજાશાહીના ના જમાનામાં ચાકલીયા આવતું તો હોલ્કરની સરહદમાં હતું. પણ અજ્વાળીયા એટલે