અભિનેત્રી 38* ડાયરેકટર મલ્હોત્રાએ પ્રોડ્યુસર જયદેવને ફોન લગાડ્યો અને અહીં સ્ટુડીયોમા થયેલી તમામ હકીકતથી વાકેફ કર્યા તો પ્રોડ્યુસર ચિંતામાં પડી ગયો. "અબ ક્યા કરેંગે મલ્હોત્રા?""શર્મિલાએ છોડેલી ફિલ્મ જલદી બીજી કોઈ હિરોઈન હાથમા પણ નહી લે"મલ્હોત્રાએ જયદેવને વાસ્તવિકતા દેખાડી. "કંઈ રસ્તો કાઢો મલ્હોત્રા." "હુ રંજનને કંઈ કહી શકતો નથી તમે જ એને કંઈક શિખામણ આપો.નહીતો જો બીજી હિરોઈન મળશેને તો એ પણ નહી ટકે." "મને ખબર છે કે એમા હીરો બનવાની લાયકાત નથી પણ એની મોમની જીદ આગળ હુંય લાચાર છુ.તમે શર્મિલાને મનાવો હુ રંજન સાથે વાત કરુ છુ." જયદેવે મલ્હોત્રાનો