અભિનેત્રી 20* "મુન.હુ શુ કવ છુ.આપણે એક્વાર એ છોકરાને મળીયે તો?રાત્રે પોતાના બેડરૂમના એકાંતમાં પોતાની પત્ની મુનમુનને સંબોધતા ઉત્તમે પૂછ્યુ. પણ મુનમુને તરત એની વાતને ઉડાડી દેતા કહ્યુ. "જે ઠેકાણે આપણે જવુ નથી એ જગ્યાનું સરનામુ આપણે શા માટે પુછવુ જોઈએ?" "પણ તે ઉર્મિલાની આંખોમા જોયુ મુનમુન?તે પેલા છોકરાને હ્રદયથી ચાહે છે." "એ એનુ ગાંડપણ છે.હુ એને એક વિધર્મીની સાથે કયારેય નહી પરણવા દવ"મુનમુન પોતાની વાત પર અડગ હતી.પણ ઉત્તમ સંકોચિત સ્વભાવનો ન હતો.એ ઈચ્છતો ન હતો કે ઉર્મિલા પ્રેમની આગમા આજીવન સળગ્યા કરે.અને ઉત્તમ એ પણ સમજતો