અભિનેત્રી 16* "ચાલ ફટાફટ તૈયાર થઈ જા જોઉ." "ના સુનીલ.મારો હવે ક્યાય જવાનો મૂડ નથી." ઉર્મિલાએ ઠંડા અને ઉદાસ સ્વરે કહ્યું. "અરે યાર શુ મૂડ નથી?મને તો કક્કડીને ભુખ લાગી છે.અને મે કેફે સીફારિશ મા ટેબલ પણ બુક કરાવી લીધુ છે.માટે પ્લીઝ આનાકાની કર્યા વગર તૈયાર થઈ જા."સુનીલે પ્રેમ પૂર્વક ઉર્મિલાની ઝુલ્ફોને આંગળીથી રમાડતા કહ્યુ. "આજે કેટલા દિવસે બીચારી શર્મીએ સામેથી ફોન કર્યો.એ સોરી પણ બોલી અને તે.તે કેવી રીતે એની સાથે વાત કરી?" "ઓકે.ઓકે.એ માટે સોરી બસ?હવે તૈયાર થાને બાબા."સુનીલ હાથ જોડતા બોલ્યો.પણ ઉર્મિલાનો અફસોસ કે દુઃખ સુનીલની સોરી સાંભળીને