અભિનેત્રી ,15* શર્મિલા એ ફોન કટ કર્યો.અને થોડીવાર પોતાનુ માથુ પોતાની બન્ને હથેળીઓમાં જકડી ને જરાવાર સાવ શૂન્ય અવસ્થામા બેસી રહી. ગુસ્સાથી એની આંખોં લાલ ચટક થઈ ગઈ હતી.પોતાની સહયોદરને મળતા પોતાને કોણ રોકી શકે?એણે મન મક્કમ કર્યું.અને મનોમન નક્કી કર્યું કે એ જશે.જરૂર જશે.એને પોતાની સગી બહેનને મળતા કોઈ તાકાત નહિ જ રોકી શકે. શર્મિલા એ ઘડિયાળમાં નજર નાખી તો બપોરના બે થવા આવ્યા હતા.એને કકડીને ભૂખ પણ લાગી હતી તેથી એણે પહેલા સ્વીગી થી પોતાના માટે પોતાની ફેવરિટ ડીશ મચ્છી કરીનો ઓર્ડર કર્યો.અને