ચાંદ સંગ દોસ્તી....ગોષ્ઠિ - 1

આજ નાનકડી આર્યા અંધારુ થતા થતા તો એકદમ બેચેન દેખાવા લાગી હતી. થોડીવારમાં તો અકળાઈ ઊઠી અને બોલી ઉઠી, મમ્મી સાંભળને આજ ચાંદો કેમ ક્યાંય દેખાતો નથી.નાની આર્યા આકાશમાં ચાંદો શોધતી શોધતી મમ્મીને બૂમો પાડી રહી હતી.' અરે ,લાગે છે એને પણ તારી જેમ સંતાકુકડી રમવી બહુ ગમતી લાગે છે.તારા પર દાવ ચાલી રહ્યો છે.શોધ ચાંદાને, રોજ તારો આ દોસ્ત તને જલ્દી મળી જાય છે.આજ મળી નથી રહ્યો એટલે ગુસ્સો આવે છે આર્યા?મમ્મી આર્યાને સમજાવી રહ્યા હતા.       હા, એને કહે બહાર આવી જાય, એ જ્યા સુધી બહાર નહી આવે ત્યા સુધી હું જમીશ જ નહીં.આર્યા જરા નારાજ થઈ