અભિનેત્રી ૯* ફિલ્મ એક્ટ્રેસ શર્મિલા.જાણે સાક્ષાત અપ્સરા.જાણે એને આખેઆખી ઈશ્વરે મીણથી બનાવી હોય એવી મુલાયમ અને આરસથી કંડારેલી હોય એવી લિસ્સી.અને એની સફેદ રૂની પુણી જેવી કમનીય કાયા.અને રોમેરોમમા વીજળીનો પ્રવાહ વહેતો કરતો એનો સુંવાળો સ્પર્શ. એ રાતે શર્મિલાથી છૂટા પડીને બ્રિજેશ ઘરે તો આવ્યો.પણ પોતાનુ દિલ અને દિમાગ બન્ને જાણે શર્મિલાને એ સોપતો આવ્યો હતો. શર્મિલાને મળ્યે આજે ત્રીજો દિવસ હતો. છતા એક સેકંડ માટે પણ શર્મિલાનો ચેહરો બ્રિજેશના માનસ પટ પરથી હટ્યો ન હતો. ડયૂટી પર હોય ત્યારે પણ સતત શર્મિલા એને યાદ આવતી હતી.ઘણીવાર ફોન કરીને શર્મિલા સાથે વાત કરવાની તીવ્ર ઈચ્છા એને