અભિનેત્રી - ભાગ 8

અભિનેત્રી ૮*       સુનીલ આઉટડોરથી સાંજે પાંચ વાગ્યા સુધીમાં આવી જવાનો હતો.પણ રાતના આંઠ વાગવા આવ્યા હતા.છતા એનો હજુ સુધી કોઈ પત્તો ન હતો.ઉર્મિલા કાગ ડોળે એના આવવાની રાહ જોઈ રહી હતી.     દર પખવાડિયે સુનીલને ઓફિસના કામસર કયારેક બેંગલોર.તો કયારેક દિલ્હી.કયારેક અમદાવાદ.તો કયારેક કોલકત્તા જવુ પડતુ.ચાર થી છ દિવસના રોકાણ બાદ એનુ કામ પુરુ થતા એ ઑફિસ ન જતા સીધો ઘેર આવતો. કારણકે તે જાણતો હતો કે ઉર્મિલા એના ઇંતેઝાર મા પલકો બિછાવીને બેઠી હશે.જેમ ચાતક પક્ષી વરસાદ પડવાની રાહ જોતુ હોય એમ મારી ઉર્મિ મારી રાહ જોતી હશે.     અને એટલે એ ઑફિસે ન જતા સીધો પહેલા