નિતુ : ૮૮ (વિદ્યા) વિદ્યાની જવાબદારી દિશાના હાથમાં છે એ વાતે નિશ્ચિત નિકુંજ પોતાના રૂમમાં પોતાના પુસ્તકો સાથે અભ્યાસ કરી રહ્યો હતો. એવામાં એના ફોનમાં દિશાનો ફોન આવ્યો."હાય દિશા!""નિકુંજ એક ઈમ્પોર્ટન્ટ વાત કહેવા મેં તને કોલ કર્યો છે.""હા તો બોલને!""નિકુંજ, હું... બહાર જઈ રહી છું.""બહાર એટલે?""હું લન્ડન જવાની છું.""પણ તારી સ્ટડી તો હજુ અધૂરી છેને?""હા... અધૂરી છે. બટ યુ નો મારી ઈચ્છા નથી. છતાં આગળની સ્ટડી ત્યાં પુરી થાય એનું અરેન્જમેન્ટ મારા પપ્પાએ કર્યું છે.""એટલે તું અત્યારે જ...?""હા. મારા પપ્પા લંડનથી મને લેવા માટે આવે છે. હું એની સાથે જતી રહીશ. સોરી નિકુંજ... મેં બહુ ઈન્કાર કર્યો છતાં પપ્પા નૈ માન્ય.