જાદુ ભાગ ૧૨ધ્યાનમાં મનગમતી દુનિયા જોવાની બધાને મજા આવી ગઈ . બધા ઘણી વાર સુધી તાળીઓ પાડતા રહ્યા . ગણાની તો આંખો પણ ભીની થઈ ગઈ . મિન્ટુ પણ ખુશ થઈ છેક સુધી બધાની તાળીઓ બંધ થઈ ગઈ ત્યાં સુધી તાળીઓ પાડતો રહ્યો . " મજા આવીને છોકરાઓ ! તો હવે મારી વાત તમને કદાચ થોડી વધારે સમજાઈ હશે . આ બ્રહ્માંડ ચિત્રોની ભાષા સમજે છે . અને એ ચિત્રો સાથે જો તમારી લાગણી જોડાઈ જાય તો તમારી ઈચ્છાઓ જલ્દી પૂરી થવા લાગશે . હવે મને કહો તમે ધ્યાનમાં શું જોયું? " મલ્હારના સવાલ પર બધા છોકરાઓ વારાફરતી જવાબ આપવા લાગ્યા"