ડાયરી સીઝન - 3 - તમે પરીક્ષા આપી છે?

શીર્ષક : તમે પરીક્ષા આપી છે?©લેખક : કમલેશ જોષી એવું સાંભળ્યું છે કે ‘જિંદગી એક પરીક્ષા છે જે છેલ્લા શ્વાસ સુધી ચાલતી રહે છે.’ સ્કૂલ કોલેજમાં ભણતા ત્યારે ત્રિમાસિક, છમાસિક અને વાર્ષિક એવી પરીક્ષાઓ લેવાતી. ગુજરાતી, ગણિત, વિજ્ઞાન જેવા વિવિધ વિષયોના પેપર એક પછી એક દિવસે આવતા અને એમાં જે-તે વિષયના વિસ્તૃત, ટુંકમાં અને એક-બે વાક્યમાં એમ વિવિધ કેટેગરીના પ્રશ્નો પૂછાતાં, જેના લેખિત જવાબો આન્સર પેપરમાં અમે લખતાં. જિંદગી જો પરીક્ષા હોય તો, ગણિત-વિજ્ઞાનની જેમ એના વિવિધ વિષયો ક્યા ગણવાના? એક મિત્રે કહ્યું, "ઘણાં લોકોને આર્થિક પ્રશ્નો સતાવતા હોય છે તો ઘણાને કૌટુંબિક, કોઈને માનસિક ટેન્શન હોય છે તો કોઈને શારીરિક.