કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 127

કૉલેજ કેમ્પસ ભાગ-127"હા હા ખરેખર હું હવે આમાંથી છૂટવા માંગુ છું પ્લીઝ મારી મદદ કર કવિશા.." દેવાંશ હજી પણ તેને આજીજી કરી રહ્યો હતો.."પછી ડોક્ટર કહેશે તેમ તારે બધું જ કરવું પડશે..""હા હા હું તૈયાર છું કવિશા..""ઓકે તો ચાલ હવે ઉભો થા અને જલ્દીથી તૈયાર થઈ જા અને આમ જરા માણસ જેવો દેખાય એવો તૈયાર થજે..."દેવાંશ પોતાના વોશરૂમમાં ગયો અને કવિશા આંખો મીંચીને મનોમંથન કરવા લાગી....હવે આગળ....આજે પરી ક્લિનિક ઉપર થોડી લેઈટ આવી હતી પરંતુ ડોક્ટર નિકેત સમયસર આવી પહોંચ્યા હતા..દેવાંશના કેસ વિશે પરીએ ડોક્ટર નિકેતને અગાઉથી જ બધી માહિતી આપી દીધી હતી...આવા કેસમાં શું કરવું તે ડોક્ટર નિકેત સારી