હાસ્ય મંજન - 28 - ઉમર અટકવાનું નામ લેતી નથી

  • 284
  • 56

ઉમર અટકવાનું નામ લેતી નથી..!                                                          તરસ ક્યાં મટે છે,  છેવટના શ્વાસ સુધી                              મર્યા પછી પાવુ પડે છે ગંગાજળ અહીં                                       ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુંબડાની રૂઝ અને ટાઢીયા તાવની ટાઢ અંદરથી આવે, એમ ડીસેમ્બર મહિનો આવે ને મને ધ્રુજારી છૂટવા માંડે કે, એક વર્ષ ઓછું થઇ ગયું. બાકી, પૂરા નવ મહીને પૃથ્વીસ્થ થયેલો હોવા છતાં, કેલેન્ડરના DEAD-END (ડીસેમ્બર મહિનામાં) પ્રગટેલો, એટલી જ મારી ભૂલ..! બાકી, DECEMBER CLOSINGમાં, હું વધ્યા-ઘટ્યા માલની માફક ઠલવાયેલો જીવ નથી. ભલે ચાલતી ગાડીએ ચઢી બેસીને, DECEMBERનો છેલ્લો ડબ્બો પકડનાર પ્રવાસી હોઉં, પણ મોટા-મોટા માણસના QUTA માં આવેલો જીવ છું. યાદ હોય તો, પાકિસ્તાન દેશના સ્થાપક મહમદ અલી ઝીણા, પાકિસ્તાની નવાઝ શરીફ, ભારત રતન અટલ બિહારી બાજપાઈ, અને મહાન ગાયક