હાસ્ય મંજન - 26 - જે થવાનું હોય તે થાય..!

જે થવાનું હોય તે થાય..!                                         હાથ પગે તાળા લગાવી, મોંઢામાં ચાવી સંતાડી દેવાથી જીવી તો જવાય, પણ મૂંગા મૂંગા..! હૃદય ફફડે એટલું જ..! અનાજ વગર ઘંટી ઘરરરર ફર્યા કરે, બાકી  દળાય કંઈ નહિ..! દાદૂ....આ શ્વાસનો કારભાર દીનાનાથ પાસે છે એટલું સારું છે. ‘ટોલટેક્ષ’ ભર્યા વગર આવન-જાવન તો કર્યા કરે. ધારો કે, ભગવાન હાથ ઊંચા કરી દે તો, “ સબકા સાથ સબકા વિકાસ” વાળી સરકાર તો છે જ..! સાચવી લેશે, કોઈ ફરક નહિ પડે...! તંઈઈઈઈ..! તમે જ કહો આવા નીડર ધંતુરાને પુછાય ખરું કે, જહાંપનાહ....! શ્વાસનો તમને ભાર તો લાગતો નથી ને..? પૂછે તો પુછામણ નડે,  ને ફરક આપણને પડવા માંડે..!  જે લોકો પાળેલા પોપટની જેમ આકાશી સહાય ના ભરોસે પડી