ઘાયલની ગત ઘાયલ જાણે...! જોયું ને, હસાવવા માટે કેવા કેવા વલખા મારવાના..? અમને પણ આવા જ મસાલા ફાવે, રસોડાવાળા નહિ..! લોકોના ચહેરા હસતા રહે એ જ અમારી ચાર ધામની યાત્રા ને ગંગાસ્નાનની ડૂબકી..! ભારતનો રૂપિયો જ તળિયે નથી બેઠો, હાસ્યના પણ સુપડા સાફ થતા ચાલ્યા. લોકો હાસ્યની ફીક્ષ ડીપોઝીટ અને ટેન્શનને કરંટ ખાતામાં રાખે. પછી હોઠ ઉપર હાસ્ય ક્યાંથી વસવાટ કરે..? ઘાયલની ગત ઘાયલ જાણે..! સઘળે ખોટાનો જ જમાનો ચાલતો હોય એમ, ખોટે ખોટું હસવાનો ધંધો પણ ધમધોકાર, પણ અંત:કરણથી હસવામાં સાવ દુકાળ..! ગમે એટલી હાસ્ય-ચાલીસાનું પઠન કરો, બેકાર..! માણસ ‘લાફ્વા’ વગરનો કોરોધાકડ જ રહે. કુંભમેળાવાળા IIT બાબા જેવું પણ નહિ લાફે..! અમુક તો એવા અડીયલ