જાદુ - ભાગ 7

જાદુ ભાગ ૭ મલ્હાર મિન્ટુ ને લઇ હોલમાં ગયો .નીલમે જોયું મીન્ટુના ચહેરા પર ની ઉદાસી ઓછી થઈ હતી . મીન્ટુ ભીખુ ની પાસે જઈ બેસી ગયો અને એણે ભીખુ ને ચોકલેટ આપી . બંને એ એકબીજાને સ્માઈલ આપી. નીલમે આ દૂરથી જોયુ અને એના ચહેરા પર પણ સ્માઈલ આવી ગઈ એણે મલ્હાર તરફ જોયું " વાહ જાદુ કાકા એક મુલાકાતમાં હસતો કરી દીધો " નીલમ થી મળેલી સરાહના સાંભળી મલહારે કોલર ઊંચા કર્યા . " જુઓ છોકરાઓ હું તમારા માટે શું લઈ આવ્યો છું ! " મલ્હારે બેગ ખોલી કીટ બતાવી બે બેટ , બે પગના પેડ ની જોડી , બે