શુભ દેસાઇ, નામ જ સુરત માટે પૂરતું હતું. જાતે અનાવિલ બ્રાહ્મણ એવો શુભ સુરતના ખ્યાતનામ વ્યક્તિઓ માટે શુભકારક હતો. રાંદેરમાં નિવાસ કરતા શુભનો નિત્યક્રમ એક ઉચ્ચ વર્ગના બ્રાહ્મણને શોભે તેવો હતો, અને કેમ ન હોય... અનાવિલ બ્રાહ્મણ, એટલે દક્ષિણ ગુજરાતમાં પ્રભુત્વ ધરાવતો એક વર્ગ. ઘણી ખરી જમીનોના માલિક અને સાથે સાથે રાજકારણમાં પણ એટલા જ સક્રિય એવા અનાવિલ બ્રાહ્મણોને પુરોહિત કાર્ય કરવાની મંજૂરી નથી. તેઓના ઐતિહાસિક મૂળિયા અત્યંત ઊંડા છે. એવું માનવામાં આવે છે કે હનુમાન દ્વારા શ્રી રામ માટે મહાયજ્ઞ કરવા માટે અયોધ્યાથી દક્ષિણ ગુજરાતના અનાવલ (તે સમયે અનાદિપુર તરીકે ઓળખાતું) નામના ગામમાં અનાવિલ લાવવામાં આવ્યા હતા, જેથી