ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 27શિર્ષક:- તાંત્રિક સામે.લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ…27."તાંત્રિક સામે."જીવનની મૂળશક્તિ લક્ષ્યપૂર્ણ આશા છે. અન્ન વિના તથા પૈસા વિના પણ માણસ અશક્ત થઈ જાય છે. પણ લક્ષ્ય વિનાનો માણસ તો સાવ અશક્ત થઈ જતો હોય છે. મને નવું લક્ષ્ય મળ્યું હતું, ધર્મપ્રચારનું. હવે મને મારું પોતાનું ભારરૂપપણું લાગતું ન હતું. ગાંધીજીએ ગામડાંઓમાં કાર્ય કરવાનું કહેલું એટલે હું પણ ગામડાંઓમાં વિચરણ કરતો, માર્ગ પણ પૂછતો નહિ કોઈ ગામ તો આવશે ને ? જે આવશે તે જ મારું કાર્યક્ષેત્ર, પૈસાનો લોભ હતો નહિ. માત્ર અન્નવસ્ત્રના બદલામાં કાંઈક કરી છૂટવાની આત્મવૃત્તિ માત્ર