નિતુ - પ્રકરણ 82

  • 190
  • 92

નિતુ : ૮૨(વાસ્તવ) નિતુ તેની સામે બેસતા બોલી, "અમને હતું જ કે તમે અમને ભરમાવાનો પ્રયત્ન જરૂર કરવાના છો. એટલે અમે સીધા અહીં જ આવી ગયા." નિકુંજ સ્માઈલ આપતા બોલ્યો, "વેલકમ. જેટલું વિચાર્યું હતું એના કરતા વધારે સ્માર્ટ છે તું. હવે તમે આવી જ ગયા છો તો પણ, જે આશા સાથે આવ્યા છો એ પૂરી થશે, એવું ના વિચારતા." કરુણા બોલી, "તમે તો અમારી વાત સાંભળ્યા પહેલાં જ નિર્ણય લઈ લ્યો છો." નિતુએ કહ્યું, "તમે વિદ્યાથી એટલા શું કામ ડરો છો?" "હું વિદ્યાથી નથી ડરતો... પણ વિદ્યા અંગે કોઈ જાતની વાત હું કરવા નથી માંગતો. સો પ્લીઝ, કોઈ પ્રકારનો ફોર્સ કરવાની