ભૂલ છે કે નહીં ? - ભાગ 6

  • 284
  • 100

એ સમયે મારું બધું જ ધ્યાન ફક્ત ભણવા પ૨ હતું. હું ખૂબ જ મહેનત કરતી હતી. ફોઈના ઘરે ફોઈ પણ નોકરી કરતાં હતા. એમનો દિકરો કોલેજમાં હતો અને દિકરી દસમાં ધોરણમાં. એમની દિકરી ભણવામાં સામાન્ય હતી. પણ હું ત્યાં ગઈ એટલે એ મારી સાથે વાંચવા બેસી જતી. ફોઈ ખુશ હતા કે એમની દિકરી મારી સાથે ભણવા બેસતી અને ન આવડે તો મને પૂછી પણ લેતી. દિવસે વીતતાં નવરાત્રિ નજીક આવી ગઈ. પણ આ વખતે મારાથી મામાને ત્યાં જવાય એવું મને લાગતું ન હતું કારણકે ટ્યુશન, શાળા અને વળી પ્રથમ પરીક્ષા પણ નજીક આવી રહી હતી. પણ મમ્મી પપ્પા એક દિવસ