દાદાના ચરણોમાં નમી ત્યારે દાદાએ ખૂબ પ્રેમથી મારા માથા પર હાથ મૂક્યો. મારી આંખમાંથી સતત અશ્રુધારા વહી રહી હતી. દાદાએ મને ખાલી થઈ જવા દીધી, જ્યાં સુધી મેં મારી જાતે માથું ન ઊંચક્યું ત્યાં સુધી. હું શાંત પડી. આંસુ લૂછી હું સ્વસ્થ થઈ. દાદાની સામે જોયું. દાદાની આંખમાં પ્રેમ જ પ્રેમ છલકાતો જોયો.‘સંયુક્તા, આજે જે આપણી વાત થઈ એને રોજ વાગોળજે. જ્યારે જ્યારે બહાર નીકળવાનું થાય ત્યારે ખાસ. એ તને બળ આપશે. ધીમે ધીમે તારો અચકાટ ઓછો થતો જશે.’‘હા દાદા. પણ છતાં હું ઢીલી પડું તો તમે મારી જોડે રહેજો.’‘અમે તારી સાથે જ છીએ. અમારી હજી એક વાત માનીશ?’‘શું દાદા?’‘મમ્મી-પપ્પા