"આપણે હમણાં આ વાતને ભૂલી જ જવી છે અત્યારે આ માલ જે તૈયાર થઈ ગયો છે તે વેચવામાં પડી જવું છે અને ત્યાં સુધી તમે બરાબર સાજા થઈ જાવ ડેડી અને જરા મનમાં શાંતિથી વિચારજો કે તમારી ક્યારેય કોઇની સાથે કંઈ દુશ્મની કે કંઈ બોલચાલ થઈ હોય એવું કંઈ થયું હતું ખરું? આ વ્યક્તિ જેણે આપણી સાથે આવું કર્યું તેની આપણી સાથે નક્કી કોઈ દુશ્મની હોવી જોઈએ ડેડી."કમલેશભાઈ શાંતિથી મિતાંશની આ વાત સાંભળી રહ્યા હતા અને વિચારી રહ્યા હતા કે, કદી કોઈની સાથે દુશ્મની તો થઈ નથી તો પછી આ કોણ હશે જેણે આમ કર્યું અને "શાંતિથી સાચવીને રહેજો બેટા"