ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. "મારા કારણે એક નિર્દોષ, જવાન, કુંવારી છોકરીને એક રાજાની વાસનાનો ભોગ 10-12 દિવસ બનવું પડ્યું. 10-12 દિવસ એટલા માટેકે એને આત્મ હત્યાનો કોઈ મોકો જ મળ્યો ન હતો. એટલા દિવસ સતત કોઈને કોઈ દાસી સેવક, કે માં સાહેબ કે દાદી સાહેબ ત્યાં હાજર જ રહેતા હતા. પણ એક દિવસ બધા આઘાપાછા હતા કે તરત જ, એ છોકરી રંગ મહેલની છજા પર પહોંચી ગઈ અને ત્યાંથી ભુસ્કો મારી દીધો. એની કમર ભાંગી ગઈ એનો એક હાથ સાવ ઉલટો થઇ ગયો બધી તરત જ ભેગા