લાભુ રામાણી હજી કડેધડે હતા. પચાસ વટાવી ચુકેલું એમનું કલેવર હજી સ્ફૂર્તિમય હતું. ઉતાવળી અને ટટાર ચાલ, જાડા કાચના ચશ્મા પાછળ ચકળવકળ થતી તીખી નજર, સુગંધી તેલ નાંખીને સુઘડ રીતે ઓળેલા વાળ, મોગરાની ખુશ્બુથી મઘમઘતા લીનન કોટનના શર્ટ પેન્ટ અને પગમાં લેટેસ્ટ સ્પોર્ટશૂઝ! ડો. લાભુ રામાણી શોખીન અને જીવનને જીવી લેનારો આદમી હતો. મોજીસ્તાનની આ સફરના પહેલા ભાગમાં આપણે આ લાભુ રામણીના કારનામાઓથી પરિચિત છીએ! ક્લિનિકની અંદર પાટ પર આંખો મીંચીને પડેલા ઓધાને જોઈ ડોક્ટરે નર્સ ચંપાને સવાલીયા નજરે જોઈ."એને બે પગ વચ્ચે કોઈ જનાવરે પાટુ મારેલ છે. કદાચ વૃષણ કોથળી પર વધુ વાગ્યું હોય તો એનો જીવ જોખમમાં હોય.