નિતુ : ૮૦(વાસ્તવ) નિતુ સોસાયટીના નાકા તરફ ચાલવા લાગી. ગેટ પર બેઠેલા આધેડ ઉંમરના ચોકીદાર પાસે જઈને નિતુ ઉભી રહી. કરુણા રીક્ષામાં બેઠી અને રીક્ષા તેની પાછળ આવીને ઉભી રહી."કાકા""હા. બેટા?" પ્લાસ્ટિકની કુરશી પર બેઠેલા ચોકીદારે કહ્યું."આ સામે પેલું મકાન દેખાય છેને!""હાં... નિકુંજભાઈનું છે.""એ કઈ જગ્યાએ કામ કરે છે?""એ કામ નથી કરતાં. એનું તો પોતાનું પેલું આવેને, ચા ને કોફી ને નાસ્તો ને એ વાળું. એવું રેસ્ટોરન્ટ છે.""એટલે એ... કાફેટેરિયા ચલાવે છે?""હા... ઈ જ. આપણું ઘોડદોડ રોડ પર નથી... પેલું ... શું નામ છે?" યાદ કરી તે આગળ બોલ્યા, "વી.એમ... એ એનું છે.""હમ... થેન્ક યુ અંકલ." કહેતી તે રીક્ષામાં બેસી ગઈ. રસ્તામાં