નિતુ - પ્રકરણ 78

નિતુ : ૭૮(વાસ્તવ) નિતુએ ધ્રુજતા હાથે ફોન પકડ્યો અને અનંતનો નમ્બર કાઢ્યો. પરંતુ ડાયલ કરવો કે ના કરવો એ વાતે અટવાય. તેણે કૃતિ સામે જોયું, તેણે હકારમાં માથું હલાવ્યું અને કરુણાએ કહ્યું, "નીતિકા! હવે વધારે વિચાર ના કર. હિમ્મત કરીને અનંતને બધું સાચું કહી દે અને એ જે કહે એ કર.""હું અનંતને કેવી રીતે કહીશ?""કમોન દી. બી બ્રેવ. તારાથી થઈ જશે અને અનંતભાઈ કોઈ પારકો તો નથી. એ આપણો ભાઈ જ છેને.""હા... ભાઈ છે... પણ આવી સેન્સિટિવ વાત...?"કરુણા કહેવા લાગી, "નીતિકા! ખરો નિર્ણય લેવા માટે જે કરવું પડે એ કરવું જોઈએ. હિમ્મત રાખ અને અનંતને બધી વાત કરી એની સલાહ લે.