નિતુ : ૭૭(વાસ્તવ) નિતુ મનમાં બબડી રહી હતી એટલામાં વિદ્યાનાં ફોનમાં મેસેજ આવ્યો. તેણે વિદ્યા સામે જોયું તો તે કોફીનો ઓર્ડર આપી રહી હતી. કોનો મેસેજ છે એ જાણવાની સહજ વૃત્તિથી એણે ફોન તરફ જોયું, "નિકુંજ..." નામ વાંચતા જ તેની આંખો પહોળી થઈ ગઈ. તેણે સ્ક્રોલ ડાઉન કરી મેસેજ વાંચ્યો. તેના બે મેસેજ હતા, "ના", "આજે પણ નહિ." તેના મનમાં વિચારોનું રમખાણ જાગ્યું. "મેડમ અને નિકુંજ વચ્ચે મેસેજની આપ- લે થઈ રહી છે! નિકુંજ ને શોધવા માટે અમે આટલી બધી મહેનત કરી રહ્યા છીએ. એના રૂમ પાર્ટનર મિહિર પાસે પણ એનો કોન્ટેક્ટ નથી, તો પછી મેડમ પાસે ક્યાંથી? અને તે શેનો