ભાગવત રહસ્ય - 217

  • 160

ભાગવત રહસ્ય -૨૧૭   બીજી તરફ ચિત્રકૂટની તળેટીમાં બીજા દિવસની સવારે-ભરતે વશિષ્ઠજીની આજ્ઞા માગી છે.“ગુરુજી આપ આજ્ઞા આપો તો હું ઉપર જાઉં” ભરતજી મનમાં અત્યંત વ્યાકુળ છે-વિચારે છે-કે-મારું કાળું મુખ હું રામજીને કેવી રીતે બતાવું ?રામજી મને જોઈને ચાલ્યા જશે તો? ના,ના મોટાભાઈ આવું નહિ કરે!! મને જરૂર અપનાવશે.ભાભી –સીતાજી મને મળવાની,રામજીને મનાઈ તો કરશે નહિને? ના, ના, સીતાજીના હૃદયમાં રામજી વિરાજ્યા છે,તે એવું કરે જ નહિ.   સીતારામ સીતારામ કરતાં કરતાં ભરતજી ચાલે છે,ભરતજીનો પ્રેમ એવો છે કે –તે જોઈ પથ્થરો પણ પીગળી ગયા છે, ભરત દુરથી રામને જુએ છે,અનેક ઋષિઓ સાથે રામ જ્ઞાનની વાતોમાં મશગૂલ છે.ભરતને નજીક જતા