ભાગવત રહસ્ય -૨૧૪ રાજા દશરથની શોકસભામાં ભરત ઉભા થયા છે.સીતા-રામના સ્મરણમાં આંખમાંથી આંસુ નીકળે છે. ગુરુદેવ વસિષ્ઠના ચરણમાં વંદન કરે છે,અને કહે છે-કે-ગુરુદેવની અને માતાની આજ્ઞાનું પાલન કરવું એ મારો ધર્મ છે.બધાની ઈચ્છા છે કે મારો રાજ્યાભિષેક થવો જોઈએ. પણ આજે સામો જવાબ આપું છું,તો મને ક્ષમા કરજો.મારે બધા લોકોને એટલું જ પૂછવાનું છે કે-મને ગાદી પર બેસાડવાથી શું અયોધ્યાનું કલ્યાણ થશે? શું મારું કલ્યાણ થશે ? મેં મારા મનથી નિશ્ચય કર્યો છે કે-રામ સેવાથી જ મારું કલ્યાણ થશે.રામ સેવા એ જ મારું જીવન છે. જેમ જીવ વિના આ શરીરની શોભા નથી તેમ-રામ વગર આ રાજ્યની શોભા નથી.હું