ભાગવત રહસ્ય-૧૯૧ અંબરીશ શબ્દનો જરા વિચાર કરો-અંબર એટલે આકાશ અને ઈશ એટલે ઈશ્વર. આકાશ એ શરીરની અંદર પણ છે અને બહાર પણ છે.જેના અંદર બહાર સર્વે ઠેકાણે ઈશ્વર છે-તે અંબરીશ.જેને ચારે બાજુ પરમાત્મા દેખાય તે અંબરીશ. જ્ઞાનમાર્ગમાં ઇન્દ્રિયરૂપી દ્વારને બંધ રાખવા પડેછે, જયારે ભક્તિમાર્ગમાં એક એક ઇન્દ્રિયને ભગવાનના માર્ગમાં લગાવવી પડે છે. ભક્ત ઈન્દ્રિયોને પરમાત્માના ચરણમાં અર્પણ કરે છે,ઈંદ્રિયોને પરમાત્મા સાથે પરણાવે છે. ભગવાન ઋષિકેશ ઇન્દ્રિયોના સ્વામી છે. અંબરીશ રાજા મહાન ભક્ત હતા.મર્યાદા ભક્તિના આચાર્ય –રાજા અંબરીશ છે. તેઓ પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ કરે છે.તેમનું મન ભગવાનના ચરણ કમળમાં,વાણી ભગવદગુણોનું વર્ણન કરવામાં,હાથ હરિમંદિરને સાફ કરવામાં,પગ ભગવાનના મંદિર-ક્ષેત્ર વગેરેની પગપાળા