ભાગવત રહસ્ય - 188

ભાગવત રહસ્ય- ૧૮૮   વાસનાને વિવેકથી પ્રભુના માર્ગમાં વાળવામાં આવે -તો તે વાસના જ ઉપાસના બને.અને મુક્તિ મળે.(મુક્તિ મનની છે,આત્મા તો સદા મુક્ત જ છે) વાસના ના બે પ્રકાર છે.(૧) સ્થૂળ વાસના (૨) સૂક્ષ્મ વાસના. (૧) સ્થૂળ વાસના –ઇન્દ્રિયોમાં (જીભ-વગેરે) માં છે.આઠમા સ્કંધમાં સંતોના ચરિત્રો કહ્યા છે, જેથી સ્થૂળ વાસના દૂર થાય ત્યારે નવમા સ્કંધ માં પ્રવેશ મળે. (૨) સૂક્ષ્મ વાસના-બુદ્ધિમાં છે. આ નવમા અધ્યાયમાં મન -બુદ્ધિમાં રહેલી સૂક્ષ્મ વાસના દૂર કરવા માટે છે.   મનના માલિક દેવ ચંદ્ર છે અને બુદ્ધિના માલિક સૂર્યદેવ છે. આ બંનેની આરાધના કરે તેની બુદ્ધિગત વાસનાનો વિનાશ થાય. બંને વાસનાઓ ના સંપૂર્ણ વિનાશ વગર