નારદ પુરાણ - ભાગ 62

  • 296
  • 78

સનત્કુમાર બોલ્યા, “હે નારદ, હવે ભગવાન શ્રીરામના મંત્ર જણાવવામાં આવે છે અને એમની ઉપાસનાથી મનુષ્યો ભવસાગર તરી જાય છે.         સર્વ ઉત્તમ મંત્રોમાં વૈષ્ણવ મંત્ર શ્રેષ્ઠ છે. કેમ કે તે ગણેશ, સૂર્ય, દુર્ગા અને શિવ સંબંધી મંત્રોની અપેક્ષાએ શીઘ્ર અભીષ્ટને આપનારો છે. વૈષ્ણવમંત્રોમાં પણ રામમંત્રોનાં ફળ અધિક છે. ગણપતિ આદિ મંત્રોની અપેક્ષાએ રામમંત્ર કરોડગણું અધિક મહત્વ ધરાવે છે. વિષ્ણુશય્યા (આ)ના ઉપર વિરાજમાન અગ્નિ(ર) નું મસ્તક જો ચંદ્રમા (અનુસ્વાર)થી વિભૂષિત હોય અને તેની આગળ ‘રામાય નમ:’- આ બે પદ હોય તો આ (રાં રામાય નમ: ) મંત્ર મહાન પાપોની રાશિનો નાશ કરનારો છે. શ્રીરામ સંબંધી સર્વ મંત્રોમાં આ ષડક્ષર મંત્ર અત્યંત