કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 125

  • 478
  • 1
  • 216

કવિશા દેવાંશનું જમવાનું તેના રૂમમાં લઈ આવી અને પોતાના હાથથી તેને જમાડવા લાગી..દેવાંશની કેટલાય વર્ષોની ભૂખ જાણે આજે તૃપ્ત થઈ રહી હતી.દેવાંશને જમાડીને સુવડાવીને રામુકાકાને તેનું ધ્યાન રાખવાનું કહીને કવિશા ત્યાંથી પોતાના ઘરે પરત ફરી..રસ્તામાં તે વિચારી રહી હતી કે, દેવાંશ ખૂબ ડિપ્રેશનમાં આવી ગયો છે અને જો તેની આ જ પરિસ્થિતિ રહેશે તો તેને સાઈક્રાઈટીસ પાસે લઈ જવો પડશે..અને તેણે એક ઉંડો નિસાસો નાખ્યો...હવે આગળ....ઘરે આવીને કવિશાએ દેવાંશની બધી જ વાત પરીને કહી...પરીના કહેવા પ્રમાણે દેવાંશને એક વખત સાઈક્રાઈટીસને બતાવવાનું જ બહેતર રહેશે.બીજે દિવસે સવારે કવિશા કોલેજ જવા માટે નીકળી ત્યારે ફરીથી કવિશા દેવાંશના ઘરે પહોંચી ગઈ...રામુકાકાએ ઘરનો દરવાજો