નારદ પુરાણ - ભાગ 60

સનત્કુમાર બોલ્યા, “શત્રુની સેનાનું દમન કરી તેનું આક્રમણ ખાળવા તથા શત્રુસેનાનો વિનાશ કરવા માટે મંત્રના સાધકે ભગવાન નૃસિંહનું ગંધ-પુષ્પ આદિથી પૂજન કરવું. પછી મૂલમંત્ર ‘ૐ ક્ષ્રૌં’ થી મૂલ સહિત દર્ભનો રુદ્રાક્ષના વૃક્ષના કાષ્ઠથી પ્રજ્વલિત થયેલા અગ્નિમાં શત્રુને ઉદ્દેશીને એક હજાર વાર હોમ કરવો; આથી શત્રુસેના પરાભવ પામે છે. આ પ્રમાણે સાત દિવસ સુધી હોમ કરીને મંત્રના સાધકે પોતાના ઇષ્ટરાજાની સેનાને પરરાષ્ટ્ર પર વિજય પ્રાપ્ત કરવાની ઈચ્છાથી શુભ લગ્નમાં શુભ દિવસે આક્રમણ કરવા જણાવવું. તે સેનાની આગળ રિપુદળનો નાશ કરનારા ભગવાન નૃસિંહ રહેલા છે, એવી રીતે તેમનું સ્મરણ કરતાં રહીને તેમનું ધ્યાન કરવું અને એકાક્ષર મંત્રનો પ્રણવ સહિત એક હજાર વાર