તલાશ 3 - ભાગ 25

  • 374
  • 166

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.    "મહાવીર રાવ, ગામને તો ગોકુળિયું કરી નાખ્યું છે તમે." 14-15 વર્ષના બાદ રાજા મલ્હાર રાવ ત્રીજાએ જરાક નાક વાંકુ કરતા કરતા કહ્યું. ઇન્દોરથી માં સાહેબ અને દાદી સાહેબ ને યાત્રા કરાવવા એ રસાલો લઈને નીકળ્યો હતો રસ્તામાં મહાવીર રાવણ અજ્વાળીયા (બાદમાં નવું સુદમડા) ગામમાં ઉતારો કર્યો હતો.  "બસ આપના આશીર્વાદ છે. બાકી મારી શું વિસાત?" મહાવીર રાવે સામો વિવેક કર્યો. "જુઓ સાંભળો" કહેતા મલ્હાર રાવ ત્રીજાએ મહાવીર રાવનું પહેરણ ખેંચીને કહ્યું.  "હા હુકમ બોલો" "કૈક મનોરંજન નો બન્દોબસ્ત કર્યો છે કે નહિ. આ માં