સોલમેટસ - 17

મનન હજુ બેડ પર આરામથી ઊંઘી રહ્યો હતો. આરવ સવારમાં વહેલો ઉઠી, નાહીધોઈને તૈયાર થઇ ગયો હતો. એણે ઓલરેડી રુશી સાથે ફોન પર વાત કરી અને ‘કેફે કોફી ડે’માં ૧૦:૩૦ વાગ્યે મળવા બોલાવી હતી. આરવ નાહીને આવી ગયો તો પણ મનન હજુ ઊઠવાનું નામ નહોતો લે’તો એટલે આરવે બાજુમાં પડેલા ઓશિકાનો મનનના ફેસ પર ઘા કર્યો. મનન પણ ઊંઘમાં હોવાથી ઓશીકું હાથમાં લઇ અને ઊંઘું ફરીને પાછો સુઈ ગયો. આરવ મનનની આવી હરકતથી હસવા માંડ્યો અને દયા પણ આવી કે બિચારાને ઘણા ટાઈમ પછી સરખું સુવા મળ્યું લાગે છે બાકી કોમ્પીટીશનની તૈયારીમાં આ ભાઈ ઊંઘે એવા છે નહિ. છતાય મોડું