સોલમેટસ - 14

આગળના ભાગમાં જોયું એમ રુશી આરવને મળવા ઘ-૪ના ગાર્ડન આવી હતી પણ આરવ એની સાથે વાત કરવા નહોતો માંગતો એટલે એ એના ઘરે આવી ગયો. ઘરે આવી આરવ પોતાના રૂમમાં જતો હતો. એના મમ્મીએ એને બોલાવવાની કોશિશ કરી પણ કશું સાંભળ્યા વગર એ સીધો તેના રૂમમાં જતો રહ્યો. રૂમ પર આવી અને એ એના બેડ પર પડ્યો અને ઓશીકાને ગળે વળગાડીને રડવા માંડ્યો જાણે ઓશીકું એની અદીતીજ કેમ હોઈ! રુશીને આજે જોઈ ત્યારે એ ખુબ ગુસ્સામાં આવી ગયો હતો અને ક્યાંક આડું અવળું બોલાય જાય કે હાથ ના ઉપડી જાય એ બીકે એ ત્યાંથી નીકળી ગયો. થોડીવાર રડતા રડતા એ